A comprehensive, doctor-reviewed educational resource for patients and families on Acute Pancreatitis, Chronic Pancreatitis, Pancreatic Tumors, Whipple Surgery, Cysts, and Post-Recovery Diet. દર્દીઓ અને પરિવારો માટે એક્યુટ અને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ, પથરી, કેન્સર, વ્હિપલ સર્જરી, સિસ્ટ અને આહાર નિયમો અંગે તબીબી માર્ગદર્શન આપતું ગુજરાતનું પ્રથમ સમર્પિત પોર્ટલ.
The pancreas is a 6-inch fish-shaped organ located deep in your upper abdomen, resting behind the stomach. It serves two essential, life-sustaining functions: સ્વાદુપિંડ પેટના ઉપરના ભાગમાં જઠરની બરાબર પાછળ આવેલું આશરે ૬ ઇંચ લાંબુ અંગ છે. તે મુખ્યત્વે બે મહત્વપૂર્ણ કાર્યો કરે છે:
It produces powerful digestive fluids (lipase, protease, amylase) that travel into the duodenum to break down fats, proteins, and carbohydrates. In pancreatitis, these enzymes get trapped and start digesting the pancreas itself, causing intense pain. તે ખોરાક (ખાસ કરીને ચરબી અને પ્રોટીન) પચાવવા માટે જરૂરી પાચક રસો બનાવે છે. પેન્ક્રિયાટાઇટિસમાં આ રસો સ્વાદુપિંડની અંદર જ સક્રિય થઈને તેના પોતાના જ કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી અસહ્ય દુખાવો થાય છે.
Specialized cell clusters (Islets of Langerhans) release insulin directly into the bloodstream to lower blood sugar, and glucagon to raise it. Damage from chronic pancreatitis can lead to secondary diabetes (Type 3c). તે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા હોર્મોન્સ સીધા લોહીમાં મોકલે છે જે બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં જ્યારે સ્વાદુપિંડને વધુ નુકસાન થાય છે ત્યારે ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.
Accurate understanding helps distinguish harmless findings from critical conditions requiring urgent specialist evaluation. સાચી સમજણથી સામાન્ય તકલીફ અને ગંભીર રોગ વચ્ચેનો ભેદ પારખી શકાય છે.
A sudden, intense swelling of the pancreas that develops over a few hours or days. The two main causes are gallstones blocking the bile duct (50-60%) and heavy alcohol use (30-35%). અચાનક થોડા કલાકો કે દિવસોમાં સ્વાદુપિંડમાં થતો ગંભીર સોજો. તેના મુખ્ય કારણો પિત્તાશયની પથરી પિત્તનળીમાં ફસાઈ જવી અને વધુ પડતો દારૂ છે.
Persistent, irreversible scarring and stone formation in the pancreatic duct caused by repeated acute attacks. Leads to chronic daily pain, digestive malabsorption, and weight loss. વારંવારના હુમલાને કારણે સ્વાદુપિંડની નળીમાં પથરી બનવી અને સ્વાદુપિંડનું કાયમી નુકસાન. આનાથી સતત દુખાવો, વજન ઘટવું અને અપચો થાય છે.
Tumors developing predominantly in the head or body of the pancreas. Often silent in early stages, making rapid diagnosis via high-resolution triple-phase CT angiography vital. સ્વાદુપિંડના માથા કે પૂંછડીના ભાગમાં થતી ગાંઠ. શરૂઆતના તબક્કામાં લક્ષણો ન જણાતા હોવાથી સીટી સ્કેન દ્વારા વહેલું નિદાન ખૂબ મહત્વનું છે.
Fluid-filled sacs detected incidentally during ultrasound or CT scans for unrelated issues. Not all cysts are cancerous, but precise risk stratification is necessary. સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં અચાનક દેખાતી પાણી ભરેલી નાની ગાંઠો. દરેક સિસ્ટ કેન્સર નથી હોતી, પરંતુ સાચી તપાસ જરૂરી છે.
Blunt abdominal impact (bike handle injuries, road traffic accidents, falls) compressing the pancreas against the rigid spine. Duct disruption requires immediate surgical evaluation. અકસ્માતમાં કે પેટ પર વાગવાથી કરોડરજ્જુ વચ્ચે સ્વાદુપિંડ દબાવાથી થતી ઇજા. નળી ફાટી જવાની સ્થિતિમાં તાત્કાલિક ઓપરેશન જરૂરી છે.
Pancreatitis can rapidly escalate into a life-threatening systemic illness within hours. Use this checklist to decide urgent action. પેન્ક્રિયાટાઇટિસ થોડા કલાકોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ લક્ષણો દેખાય ત્યારે મોડું ન કરવું.
What you eat directly impacts pancreatic enzyme workload. Following these rules reduces the frequency of acute flare-ups. તમે જે ખાઓ છો તેની સીધી અસર સ્વાદુપિંડ પર પડે છે. આ નિયમોનું પાલન કરવાથી વારંવાર થતા હુમલા અટકે છે.
For complex surgical evaluations, acute pancreatitis ICU triage, or second opinions on pancreatic tumors and Whipple surgery, consult Dr. Naresh Gabani at the Department of Surgical Gastroenterology, Gujarat Gastro and Vascular Hospital, Adajan, Surat. જટિલ સર્જરી, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ ઇમરજન્સી કે કેન્સરના નિદાન માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરી શકો છો.